- કોઈ પણ અરજી કે પત્ર મળવામાં વિલંબ કે ગુમ થઈ જવા અંગે બેન્કની અને અથવા એજન્સીની કોઈ જવાબદારી રહેશે નહીં.
- ઓનલાઈન કરેલા અરજીપત્રક ની પ્રિન્ટ આઉટ લઈ એપ્લીકેશન ના દરેક પાનાં પર સહી કરવાની રહેશે.
- એપ્લીકેશન સબમિટ કરતા પહેલા ભરેલી તમામ વિગતો સંપૂર્ણપણે ચકાસવાની રહેશે. સિબમિટ કર્યા બાદ કોઈ જ વિગતમાં સુધારો કરી શકાશે નહીં કે કરવામાં આવશે નહીં.
- અરજી ફી ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા જ લેવામાં આવશે અન્ય કોઈ પ્રકારે ફી સ્વીકારવામાં આવશે નહીં. અરજી ફી રિફંડ મળવાપાત્ર નથી તથા અરજી કર્યા બાદ પરત ખેંચી શકાશે નહી ડિમાન્ડ ડ્રાફ્ટ સિવાયની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
- ડિમાન્ડ ડ્રાફ્ટ ની પાછળ ઉમેદવારે પોતાનું નામ, અરજી નંબર અને મોબાઈલ નંબર ફરજિયાતપણે લખવાનો રહેશે.
- ભરતી ની પ્રક્રિયા લેખિત અને મૌખિક પરીક્ષા લઇ કરવામાં આવશે.
- લેખિત પરીક્ષાના સ્થળ, સમય અને તારીખની વિગત અરજીમાં લખેલ ઈ-મેલ પર તેમજ પત્રવ્યવ્હારના સરનામા પર કરવામાં આવશે જયારે લેખિત પરીક્ષામાં સફળ થયેલ ઉમેદવારોને મૌખિક પરીક્ષાની જાણ અરજીમા લખેલ ઈ-મેલ પર જ મોકલવામાં આવશે જેથી ઈ-મેલ લખતી વખતે કાળજી રાખવી.
- લેખિત પરીક્ષા 2 કલાક ની રહેશે અને 100 માર્ક્સની રહેશે. જે સામાન્યતઃ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં રહેશે.
- લેખિત પરીક્ષામાં મુખ્યત્વે ગણિત અંગ્રેજી, સામાન્ય જ્ઞાન, જનરલ બેન્કિંગ, સહકાર, વિગેરે વિષયો પર આધારિત રહેશે.
- લેખિત પરીક્ષા OMR પદ્ધતિથી લેવામાં આવશે. જેમાં ચાર વિકલ્પ આપેલા હશે જે પૈકી સાચા વિકલ્પના જવાબની વાદળી અથવા કાળી બોલપેન થી ગોળ કુંડાળુ કરવાનું રહેશે. છેકછાક કે એક કરતા વધુ વિકલ્પ દર્શાવેલ જવાબ ધ્યાને લેવામાં આવશે નહિ.
- પેપર ચકાસણીમાં માઇન્સ માર્ક્સ પદ્ધતિ નથી
- પરીક્ષા સમયે ઇલેક્ટ્રિક ગેજેટ, સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર, ટેબલેટ, મોબાઈલ ફોન જેવા વીજાણુ યંત્ર કે અન્ય કોઈ સાહિત્ય સાથે રાખી શકાશે નહિ.
- પરીક્ષા સમયે પોતાનું અધિકૃત ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે.
- ભરતીને લગતી કોઈ પણ બાબતમાં બેન્કનો નિર્ણય અંતિમ અને બાધ્ય ગણાશે.